June 30, 2024

T20 વર્લ્ડ કપમાં Afghanistanએ કર્યો સૌથી મોટો ઉલટફેર

AUS vs AFG: T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે સુપર 8માં મોટો અપસેટ બનાવ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે ને ઓસ્ટ્રેલિયાની ટીમને 21 રનથી હરાવી દીધું છે. આ મેચમાં કાંગારૂ ટીમને 149 રનનો ટાર્ગેટ હતો પરંતુ તે 127 રનના સ્કોર સુધી જ કરી શકી હતી.

મોટો અપસેટ સર્જ્યો
રાશિદ ખાનની કપ્તાની હેઠળ અફઘાનિસ્તાનની ટીમનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમે T20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સર્જ્યો હતો. સુપર 8 મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમને 21 રને હરાવ્યું હતું. થમ બેટિંગ કરતા રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની અડધી સદીના આધારે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવવામાં સફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખુબ જ ખરાબ જોવા મળી હતી. કાંગારૂ ટીમના કેપ્ટન મિશેલ માર્શનું પણ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ
સુપર 8 માં અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની હાર થઈ છે. જે બાદ હવે સુપર 8 ના ગ્રુપ 1 માંથી કઈ બે ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે તે હવે છેલ્લી બે બાકી રહેલી મેચ પરથી થશે. માં ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. અફઘાન ટીમ પણ 2 પોઈન્ટ સાથે 3જા સ્થાન પર છે. જોકે બાંગ્લાદેશની ટીમ 2 મેચ બાદ પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.