24 વર્ષ બાદ પાલનપુર શહેરના વિકાસનો નકશો મંજૂર થયો
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: 2004માં પાલનપુર નગરપાલિકામાં મળેલી સાધારણ સભામાં વિકાસનો નકશો ઠરાવ કરવા મુકાયો હતો. જે બાદ ઠરાવ તો થયો, પરંતુ વિરોધને કારણે આ નકશો અટવાયો હતો. ત્યારબાદ 2014માં ફરીથી વિકાસનો નકશો બન્યો. જોકે ક્ષતિઓને કારણે શહેરી વિકાસ કમિશનરની કચેરીમાંથી પરત ફર્યો. ત્યાર બાદ 2022માં ફરી વિકાસના નકશાને ગાંધીનગર મોકલાયો, પરંતુ ફરીથી ટેકનિકલ ક્ષતિઓને કારણે પરત કરી હવે 2025માં આ વિકાસના નકશાને મંજૂરી મળી છે. ત્યારે 24 વર્ષ બાદ પાલનપુર શહેરના વિકાસનો નકશો મંજૂર થયો છે. આ વિકાસના નકશાની મંજૂરી ક્યા પ્રકારનો વિકાસ થશે કે અટવાશે જોઈએ ન્યૂઝ કેપિટલ નાં અહેવાલમાં
પાલનપુર શહેરના વિકાસના નકશો જે બે વાર ગાંધીનગરથી પરત ફર્યો હતો અને હવે 2025માં એને મંજૂરી મળે છે. જોકે પાલનપુર શહેરની જે ડી એફ સી સી ટ્રેક છે તેની બહારનો વિસ્તાર એટલે કે પારપડા રોડ એગોલા રોડ અને આકેસણ રોડના લગભગ 150 જેટલા સર્વે નંબરોને ગ્રીન ઝોનમાં મૂકી દેવાયા છે અને શહેરના અનેક એવા રસ્તા છે જે 18 ફૂટના હતા જેમાંથી 12 ફૂટ અથવા 13 ફૂટના કરી નખાયા છે. એટલે કે જે પ્રકારની વિકાસના નકશાને મંજૂરી મળી છે અને તેની વાંધા અરજીઓ પણ 60 દિવસમાં ગાંધીનગર કમિશનર કચેરીમાં રજૂ કરી શકાશે. ત્યારે જે પણ ટેકનિકલ ક્ષતિઓ હશે તે દૂર થશે અને એ પ્રમાણે આગામી સમયમાં પાલિકાના વિકાસના નકશાને વિકાસની ગતિમાં દોડાવવામાં આવશે. આ વિકાસના નકશાથી પાલનપુર શહેરનો વિકાસ થવાનો છે, પરંતુ ગ્રીન ઝોન અને રોડ નાના થઈ જવાને કારણે કયા પ્રકારની સ્થિતિ થાય છે.
24 વર્ષથી પાલનપુર શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ કે ભાજપ શાસિત નગરપાલિકામાં જે સત્તાધીશો હતા. તેમની આળસ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે વિકાસનો નકશો મંજૂર નહોતો થઈ શક્યો અને જેને કારણે પાલનપુર શહેરનો વિકાસ ન થઈ શક્યો.
મહત્વની વાત એ છે કે 2014થી 2024 સુધીમાં એટલે કે દસ વર્ષમાં પાલનપુર નગરપાલિકામાં સાત પ્રમુખ બદલાયા અને એ પણ વિકાસ નકશાને કારણે અનેકવાર વિકાસનો નકશો તૈયાર થાય અનેક વિસ્તારો છે તેમને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવે વિરોધ થાય એટલે પ્રમુખ બદલાય એ પ્રમુખ ફરીથી ગ્રીન ઝોન હટાવી લે અને નવા વિસ્તારોની ગ્રીન ઝોનમાં મૂકે આમને આમ પાલિકાના સત્તાધિશોની ખેંચતાણમાં અને ભ્રષ્ટાચારને કારણે શહેરનો વિકાસ રૂંધાયો છે. તેવો પાલનપુરના નાગરિકોનો આક્ષેપ છે ત્યારે હવે આ વિકાસનો નકશો તો મંજૂર થયો છે પરંતુ પાલનપુર શહેરમાં જે વિકાસ થવો જોઈએ એ નથી થયો. એટલે હવે વિકાસના નકશાની ગાઈડલાઈન પ્રમાણે પાલિકા કામ કરે અને શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવે બાગ બગીચા ગાર્ડન અને રોડનું નિર્માણ કરે તેવી નાગરિકોની માગ છે.
વિકાસ નકશાને મંજૂરી તો મળી છે, પરંતુ વિકસિત થઈ રહેલા પારપડા મોરિયા રોડ એગોલા રોડ અને આકેસન રોડ 150 સર્વે નંબર ગ્રીન ઝોનમાં મૂકી દીધા છે. એટલે હવે ત્યાં જે મકાનની સ્કીમ હોય અથવા તો અન્ય ડેવલોપમેન્ટ હોય એ નહીં થઈ શકે અને જેને કારણે ફરી એકવાર શહેરનો વિકાસ રૂંધાયો છે. જ્યારે શહેરના અનેક રોડ છે જે નાના કરી દેવામાં આવ્યા છે એ પણ સત્ય છે. અત્યારે તો 60 દિવસથી વાંધા અરજી કરવાની મુદત અપાવી છે અને આ મુદ્દત પૂર્ણ થયા બાદ વિકાસના નકશાની ગાડી દોડે છે કે પછી ફરીથી ભૂતકાળમાં પરત ફરે છે તે જોવાનું રહેશે.