December 19, 2024

8 વર્ષ પછી જોવા મળશે સંધ્યા બિંદની, આ શોથી દીપિકા સિંહની વાપસી

અમદાવાદ: દિયા ઔર બાતી હમ’ ફેમ સંધ્યા બિંદની એટલે કે દીપિકા સિંહ ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. દિયા ઔર બાતી હમ સિરિયલને કારણે તે લોકો વચ્ચે ખુબ લોકપ્રિય બની હતી. 8 વર્ષ પછી ફરી એક વાર તે નવા અવતારમાં ટીવી પર આવી રહી છે. લોકોએ તેને ટીવી પર જોવા માટે લાંબા સમયની રાહ જોઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

કમબેકને કારણે ચર્ચામાં
તમને ટીવી સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’ની સંધ્યા તો યાદ જ હશે. તેણી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ગ્લેમરસ તસવીરો શેર કરીને પણ તે ચર્ચામાં રહે છે. ફરી એક વાર તે ચર્ચામાં આવી છે. પરંતુ તે આ વખતે કોઈ ફોટો કે વીડિયોને લઈને નઈ પરંતુ હવે તેના કમબેકના કારણે ચર્ચામાં આવી છે. હા, લાંબા બ્રેક બાદ દીપિકા સિંહ ફરી એકવાર ટીવી પર વાપસી કરવા જઈ રહી છે. તમને જાણીને ખુશી થશે કે તે ‘મંગલ લક્ષ્મી’થી કમબેક થઈ રહી છે. આટલા સમય બાદ તેને ટીવીમાં જોવાની ઉત્સુકતા તેના ફેનમાં જોવા મળી રહી છે. તેને 8 વર્ષ બાદ ટીવી પર જોવા મળશે તે વાતની ખુશીને લઈને તેના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે.

પ્રોમો રિલીઝ
દીપિકા સિંહ ટીવી શો ‘મંગલ લક્ષ્મી’થી કમબેક કરી રહી છે. જેનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમો રિલીઝ થતાની સાથે તેમના ચાહકોમાં ચર્ચા થઈ રહી છે. આ પ્રોમોમાં તેનો અંદાજ અલગ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ તેને ટીવી પર જોવા માટે ઉત્સુક છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુ સમયે પોતાના કરિયર વિશે વાત ખુલીને કરી હતી. આ ઈન્ટરવ્યુમાં તેણીએ કહ્યું કે તે ઘણા સમયથી તે ફિલ્મો અને ઓટીટી પર પ્રયાસ કરી રહી હતી. જોકે તેને સામેથી પણ ઓફર પણ આવી રહી હતી. પરંતુ અમૂક શોની તેણી સામેથી ના પાડી દેતી હતી. દીપિકા હવે પોતાના ચાહકો માટે ફરી પાછી આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. જો કે તેનો અભિનય એટલો અદભૂત છે કે લોકો તેને ફરી વાર એટલી જ પસંદ કરશે. એવું પણ કહી શકાય કે પહેલા કરતા વધુ તેની ફેન ફોલોઈંગ વધી જાય.