અમરેલી બાદ ડીસાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ વડે ચેકા માર્યા

બનાસકાંઠા: અમરેલીના બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાની ઘટના સામે આવી છે. ડીસાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન સામે આવ્યા છે. ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળ્યા છે.

આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મૂજબ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. આ બાબતે ટીપીઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર માર્યા છે. વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રાખવા અને ગેમ ન રમવી, હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જેવી સૂચના અપી છે.