July 1, 2024

અયોધ્યા બાદ હવે અબુધાબીમાં બનશે મંદિર, મોદીએ કર્યું હતું એલાન

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક માહિતી આપી હતી. જે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે 30 દિવસ કરતા ઓછો સમય હવે બાકી રહ્યો છે અબુ ધાબીમાં હિન્દુ  મંદિર બનવામાં. અબુ ધાબીમાં બની રહેલા આ હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય હવે પુર્ણ થવાની આરે છે. આ મંદિરની જાહેરાત વર્ષ 2015માં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી.

હિન્દુ મંદિરની મુલાકાત
અબુ ધાબીમાં બની રહેલા BAPS હિન્દુ મંદિરની ભારતીય રાજદૂત સંજય સુધીરે મુલાકાત લીધી હતી. સંજય સુધીરે મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિ જોઈ હતી અને સોશિયલ મીડિયા પર તેની માહિતી આપી હતી. નરેન્દ્ર મોદી તારીખ 22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી અબુ ધાબીમાં બની રહેલા આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જશે. તારીખ 14 ફેબ્રુઆરી 2024ના વડાપ્રધાન અબુ ધાબીમાં બની રહેલા આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઇએ કે હિન્દુ મંદિર સંગઠને ગયા વર્ષે ડિસેમ્બરમાં અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. જેનો વડાપ્રધાને મોદીએ સ્વીકાર કર્યો છે.

આ પણ વાચો: PM મોદીએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, 48 પેજની બુકમાં 20 દેશોની ટિકિટો

વિવેક ઓબેરોય અબુ ધાબીમાં
સ્વામિનારાયણ સંસ્થાએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી.નિવેદન અનુસાર મંદિરનો ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ભવ્ય આયોજન ઘણા વર્ષો સુધી યાદ રહેશે તેવું કરવામાં આવશે. એક માહિતી અનુસાર ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય પણ અબુ ધાબીમાં બની રહેલા હિન્દુ મંદિરને જોવા માટે પહોંચ્યા હતા. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વિવેક ઓબેરોયે વીડિયો શેર કરીને તેમણે આ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ સંસ્થાએ નવી દિલ્હી અને ગુજરાતની સાથે વિદેશમાં પણ ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું છે. ઉત્તર અમેરિકા, એટલાન્ટા, ઓકલેન્ડ, શિકાગો, હ્યુસ્ટન, લંડન, રોબિન્સવિલે, સિડની, ટોરોન્ટોમાં ,લોસ એન્જલસ, નૈરોબીમાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાચો: રામ મંદિરના ગર્ભગૃહમાં આજે આ મુહૂર્તમાં થશે રામલલાની સ્થાપના