CSKની સફર ખતમ થયા બાદ Dhoni પોતાનું મનપસંદ કામ કરતો મળ્યો જોવા

MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લી મેચમાં 27 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે બાદ ચેન્નાઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જોકે આ મેચ બાદ ઘણા અહેવાલમાં કહેવામાં આવ્યું કે ધોનીની આ છેલ્લી IPL મેચ છે. જોકે એ વાત પણ અહિંયા કહેવી જરૂરી છે કે આ સીઝન પહેલા પણ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી અને ઋતુરાજને ટીમની કમાન સોંપી દીધી હતી.

ધોની રાંચીની સડકો પર
મહેન્દ્ર સિંહ ધોનીને બાઇક ચલાવવાનો શોખ છે. જેનો વીડિયો ઘણી વખત સામે આવે છે. સમયે સમયે તેના વીડિયો ચાહકોને મળતા રહે છે. આ પહેલા ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ એક વખત વીડિયો દ્વારા ધોનીના ઘરના ગેરેજની થોડી ઝલક બતાવી હતી. ત્યારે ફરી એક વખત ધોની રાંચીની સડકો પર બાઇક ચલાવતો જોવા મળ્યો છે. આ વીડિયો તેના કોઈ ક્રિકેટ ફેને બનાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્રિકેટ ફેન દ્વારા બનાવેલા વીડિયોમાં તે બાઇક ચલાવીને ઘરમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેના ઘરનો લાલ દરવાજો પણ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સ માટે વધી શકે છે મુશ્કેલી, આ છે કારણ

મીડિયા રિપોર્ટ્સમાં દાવો
મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તેનું ફેન ફોલોઈંગ પણ ખુબ વધારે છે. RCB સામે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની આ છેલ્લી મેચ છે. જોકે આવા સમાચાર વાયરલ થતા તેના ફેનસમાં પણ ચિંતા તો જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે તે 2008થી આઈપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 264 IPL મેચોમાં 5243 રન બનાવ્યા છે.