January 22, 2025

ફી માટે વિદ્યાર્થીઓને ત્રાસ ન આપો… અમદાવાદ શહેર DEOએ કહ્યું- વિદ્યાર્થીઓને હેરાન કરશો તો કડક પગલાં લઈશું

Surat: સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ અમદાવાદ શહેર DEOએ પરિપત્ર જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ફી ને લઇ બાળકોને ખોટી રીતે કનળગત કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા પણ સૂચના અપાઈ છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે સુરતમાં ફી ભરવા માટે દબાણ કરતા વિદ્યાર્થીનીએ આપધાત કર્યો છે. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. જોકે આ ઘટનાને લઈને અમદાવાદ શહેર DEOએ પરિપત્ર જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ફી ને લઇ બાળકોને ખોટી રીતે કનળગત કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ ન આપવા પણ સૂચના અપાઈ છે. તેમજ વધુમાં કહ્યું છે કે, માનસિક કે શારીરિક ત્રાસ આપવા સામે RTE મુજબ પગલાં લેવામાં આવશે. આ સિવાય શાળાઓ સામે FIRથઈ શકે છે.

આ પણ વાંચો: શિયાળામાં બેવડી ઋતુનો વર્તારો યથાવત, બે દિવસ બાદ ઠંડીનો બીજો રાઉન્ડ થશે શરૂ