ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં આરોગ્ય મંત્રીનો જવાબ – સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવવાની તૈયારીમાં

ગાંધીનગરઃ ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, ‘ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટો કેમ્પ કર્યો હતો. 19 દર્દીઓને હ્રદય રોગની બીમારી ન હતી. તેમ છતાંય બે દર્દીઓનું પરિવારની સહમતિ વગર બાયપાસ સર્જરી કરી દીધી હતી. સર્જરી બાદ ગણતરીના કલાકોમાં દર્દીના મોત નીપજ્યા હતા. તેમના મોતનું કારણ અકબંધ હતું.’
તેમણે ઉમેર્યુ હતુ કે, ‘અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના બોડીનું પોસ્ટમોર્ટ કરાવ્યું હતું. જેમાં ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટિ કરી દેતા મોત નીપજ્યું છે. સરકાર અને દર્દીના સગાએ હોસ્પિટલ સમક્ષ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ આ મામલે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. સરકાર ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કાયદો લાવી રહ્યા છે. હવે પછી આ પ્રકારનું કૃત્ય કરતી હોસ્પિટલ સમક્ષ સખત પગલાં ભરાશે.’