December 23, 2024

Ahmedabad @613: કુલ 22 દરવાજાઓથી ઘેરાયેલા અમદાવાદમાં આજે 8 દરવાજા હયાત

ahmedabad 613th birthday total 21 darwaja today 8 present know all details

અમદાવાદમાં કુલ 21 દરવાજા આવ્યા હતા, તેમાંથી આજે માત્ર 8 દરવાજા હયાત છે.

અમદાવાદઃ અહમદશાહ બાદશાહે વસાવેલું શહેર ‘અમદાવાદ’ આજે 613 વર્ષ પૂરાં કરી ચૂક્યું છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું શહેરમાં આવેલા વિવિધ દરવાજાઓ વિશે. આમ તો, અમદાવાદ શહેરમાં કુલ 21 દરવાજા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાળક્રમે દરવાજા નાશ પામતા ગયા અને હાલમાં માત્ર 8 દરવાજા જ હયાત છે. આવો જોઈએ તમામ દરવાજાનું લિસ્ટ…

પાંચકુવા દરવાજા

અમદાવાદમાં આવેલા દરવાજા

1. શાહપુર દરવાજા
2. બરાદરી દરવાજા
3. દિલ્હી દરવાજા
4. દરિયાપુર દરવાજા
5. પ્રેમ દરવાજા
6. કાલુપુર દરવાજા
7. પાંચકુવા દરવાજા
8. સારંગપુર દરવાજા
9. રાયપુર દરવાજા
10. આસ્ટોડિયા દરવાજા
11. મૌડા દરવાજા
12. ખાન-એ-જહાં દરવાજા
13. જમાલપુર દરવાજા
14. રાયખડ દરવાજા
15. ગણેશબારી દરવાજા
16. રામબારી દરવાજા
17. ભદ્ર દરવાજા
18. સાલાપાસ દરવાજા
19. ત્રણ દરવાજા
20. લાલ દરવાજા
21. ખાનપુર દરવાજા

સારંગપુર દરવાજા

આ બધા દરવાજામાંથી 7 દરવાજા ભદ્રના કિલ્લામાં હતા અને બાકીના દરવાજા સમગ્ર શહેર ફરતે આવેલા હતા. ભદ્ર દરવાજા, લાલ દરવાજા, ગણેશબારી દરવાજા, રામબારી દરવાજા, બરાદરી દરવાજા માર્કેટ તરફ જતા હતા. જ્યારે ત્રણ દરવાજાનો ઉપયોગ જુમ્મા મસ્જિદ તરફ જવા માટે કરવામાં આવતો હતો.

દરિયાપુર દરવાજા

રાણીઓની અવરજવર માટે પણ તે સમયે સ્પેશિયલ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને તેને ‘સાલાપાશ દરવાજા’ તરીકે ઓળખવામાં આવતો હતો.

આસ્ટોડિયા દરવાજા

અમદાવાદ શહેરથી ઉત્તર તરફ જવા માટે શાહપુર દરવાજા અને દિલ્હી દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સૈનિકોની અવરજવર માટે સ્પેશિયલ દરવાજો બનાવવામાં આવ્યો હતો, જે આજે ‘દરિયાપુર દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે.

ભદ્ર દરવાજા

કાલુપુર દરવાજા ખાદ્ય-ખોરાકી માટે ઉપયોગમાં લેવામાં આવતો. તો સારંગપુર દરવાજા શહેરમાંથી અવરજવર કરવા માટે વપરાતો હતો

રાયપુર દરવાજા જાહેર જતા ઉપયોગ કરતી હતી. તો આસ્ટોડિયા દરવાજા માત્ર વેપારીઓના ઉપયોગ માટે જ બનાવવામાં આવ્યો હતો.

ખાનપુર દરવાજા

શહેરમાં એક ભૂતિયો દરવાજો પણ હતો. તેને ‘મૌડા દરવાજા’ તરીકે ઓળખવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, આ દરવાજાને શાપિત ગણવામાં આવતો હતો અને તેને હંમેશા બંધ જ રાખવામાં આવતો હતો.

ત્રણ દરવાજા

જમાલપુર દરવાજા વડોદરા રાજ્ય તરફ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. તો બીજી તરફ, ઇમર્જન્સી એક્ઝિટ માટે ‘ખાન-એ-જહાં’ દરવાજાનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાયખડ દરવાજાનો ઉપયોગ સાબરમતી નદી તરફ જવા માટે કરવામાં આવતો હતો.

પ્રેમ દરવાજા

ખાનપુર દરવાજા રાજાના બગીચા તરફ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો.

ત્યારબાદ અંગ્રેજોના સમયગાળા દરમિયાન પણ અમદાવાદમાં દરવાજાનું નિર્માણ થયું હતું. તેમણે શહેરમાં બે દરવાજા બનાવ્યા હતા. પહેલો પ્રેમ દરવાજા અને બીજો પાંચકુવા દરવાજા. પાંચકુવા દરવાજા અમદાવાદ રેલવે સ્ટેશન જવા માટે બનાવવામાં આવ્યો હતો.