September 15, 2024

માઇક્રોસોફટનું સર્વર ઠપ થતાં અમદાવાદ એરપોર્ટ પર પણ અસર, 9 ફ્લાઇટ કેન્સલ

મિહિર સોની, અમદાવાદ: દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ ચલાવવામાં યુઝર્સને આજે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. Microsoft 360, Microsoft Windows, Microsoft Teams, Microsoft Azure, Microsoft Store અને Microsoft ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં ઈશ્યૂ જોવા મળી રહ્યો છે. આ સાથે ફ્લાઈટ બુકિંગ , ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ વગરેમાં સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે દેશના દિલ્હી સહિત અનેક એરપોર્ટ પર તેની અસર જોવા મળી. અમદાવાદ એરપોર્ટ પર પણ માઇક્રોસોફ્ટ આઉટેજની અસર જોવા મળી.

આજે અમદાવાદ એરપોર્ટ માઇક્રોસોફ્ટ આઇટેજને કારણે અનેક ખામીઓનો સામનો કરવો પડ્યો હતો. માઇક્રોસોફટનું સર્વર ઠપ થતાં મુસાફરો એરપોર્ટ પર રઝડી પડ્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પર આજે અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ રદ્દ થઈ હતી જ્યારે 7 જેટલી ફ્લાઇટ્સ ડિલે થઈ હતી.

માઇક્રસોફ્ટનું સર્વર ડાઉન થતાં હવાઈ મુસાફરી પ્રભાવિત હતી હતી. જેને કારણે હૈદરાબાદ, મુંબઈ, ચંદીગઢ, બેંગલોર, પટના, ગોવાની ફલાઇટ અસર થઈ છે. જેને કારણે એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળી પડ્યા હતા.