July 7, 2024

એમ્બ્યુલન્સના નામે છેતરપિંડી કરનારા ડોક્ટર સહિત 2 લોકોની ધરપકડ

જયેશ ચૌહાણ, અમદાવાદઃ એમ્બ્યુલન્સ ઇમર્જન્સી અને લોકોના જીવ બચાવવા માટે કામ આવે છે, પરંતુ અમદાવાદમાં કેટલાક શાતિર દિમાગના લોકોએ એમ્બ્યુલન્સના નામે પણ છેતરપિંડી કરનારા 1 ડોક્ટર સહિત 2 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કર્યાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખાને મળ્યા બાદ તપાસના અંતે પોલીસે ડોક્ટર સહિત 2 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં જીગર શહેરાવાળા નામના વ્યક્તિએ સુરતના ડો. હાર્દિક પટવા અને સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર તેમજ યસ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડીની આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે હેમંત પરમાર અને મયુરની ધરપકડ કરતા છેતરપિંડીની નવી મોડેશ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

પોલીસે ઝડપેલા બંને આરોપીની તપાસ કતા સામે આવ્યું હતું કે, હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદીને અમદાવાદની શારદાબેન હોસ્પિટલની બહાર મળ્યો હતો. ત્યારે તેમણે ફરિયાદી જીગરભાઇને હાર્દિક પટવાએ સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. આ દરમિયાન હાર્દિક પટવાએ પોતે ડોક્ટર હોવાથી પોતાના નામે એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ નથી કરી શકતો. તેથી તેણે હેમંત પરમારના નામે સનસાઇન એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુર ગોસ્વામીના નામે યસ એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે અને તે તમામ પોતાના હસ્તકની અને તમામ જવાબદારીઓવાળી એમ્બ્યુલન્સ સર્વિસ રાખતો હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ સ્ટેશનરીના વેપારીનું અનોખું કાર્ય, ગરીબ વિદ્યાર્થીઓ માટે શરૂ કરૂ ‘બુક બેન્ક’

આ બંને એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરવા માટે ફરિયાદી જીગરભાઈને વાત કરી હતી અને ડોક્ટરની વાતોમાં આવી જઈ જીગરભાઇએ પોતે અને મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ મારફતે અલગ અલગ સમયે કુલ 5 કરોડથી વધુનુ રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2019થી 203 સુધીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ હાર્દિક પટવા પાસે વળતર માગતા તેણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદીએ ડોક્ટર પાસે લેખિતમાં બાહેંધરી લખાવી હતી, છતાં પણ પૈસાનું વળતર ન મળતા ફરિયાદીને છેતરપિંડી થયાનું ભાન થતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે. જ્યારે ડોક્ટરની ઓળખ આપનાર હાર્દિક પટવા ફરાર છે. જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.