BZ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા કોર્ટના શરણે, આગોતરા જામીન અરજી કરી
અમદાવાદઃ BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર 6 ડિસેમ્બરે સુનાવણી થશે.
BZ ગ્રુપના પોન્ઝી સ્કિમકાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકત અંગે સીઆઇડી ક્રાઇમ સક્રિય થઈ ગઈ છે. મોડાસા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સીઆઇડી ક્રાઈમે ડેટા એકઠા કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપતિઓ ખરીદવામાં આવી છે.
વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી છે. સાકરિયા પાસે ત્રણ જગ્યા, લીંભોઈ, સજાપુર પાસે એક-એક જગ્યા ખરીદી હતી. સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી છે. અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ મિલકતો ખરીદી હોવાની માહિતી બહાર આવી શકે છે. રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે કરી સંપતિ ખરીદી હતી.