December 4, 2024

અમદાવાદ: લો ગાર્ડન પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં ઈયળ ફરતી દેખાઈ, ફટકાર્યો 5 હજારનો દંડ

આશુતોષ ઉપાધ્યાય,અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. લો ગાર્ડન પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં ઈયળ ફરતી દેખાતાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઇને કોર્પોરેશને ડોમિનોઝ પિઝાને 5 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ સ્વચ્છતાનું પાલન થતું ન હોવાને લઈને ગ્રાહકે વિડ્યો બનાવ્યો હતો. જોકે, ફૂડ વિભાગે પિઝાનાં સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે.

મળતી માહિતી અનુસાર અનેક વખત ખાદ્યપદાર્થોમાં જીવાત નીકળતી હોવાના વીડિયો અને તસવીરો સામે આવતા રહે છે. ત્યારે હાલ અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં ઈયળ ફરતી દેખાતાનો વીડિયો સામે આવ્યો છે. તેમજ સ્વચ્છતાનું પાલન થતું ન હોવાને લઈને ગ્રાહકે વિડ્યો બનાવ્યો હતો. હાલ આ વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જોકે, ફૂડ વિભાગે પિઝાનાં સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યો છે. તેમજ કોર્પોરેશને ડોમિનોઝ પિઝાને 5 હજારનો દંડ ફટકાર્યો છે.

નોંધનીય છે કે પિઝામાંથી ઇયળ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. તેમજ ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. જેને લઇને ફૂડ વિભાગ દોડતું થયું હતું. સાથે પિઝાના સેમ્પલ લઇને પણ લેબમાં મોકવામાં આવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું છે કે, જ્યારે તે ઓર્ડર આપવા કાઉન્ટર પર ગયા ત્યારે તેમની નજર પિઝાના બોક્સની આસપાસ જીવાત ફરતી જોઇ. જે જોતા જ મેનેજરને બોલાવ્યા પરંતુ મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને તેમને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી જવા કહ્યું.

તેમજ ફરિયાદીએ ડોમિનોઝ પિઝાના મેનેજર પર આરોપ લગાવ્યા છે કે ગ્રાહકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હાજર વ્યક્તિએ ડોમિનોઝ પિઝાનો કોઇપણ યુનિફોર્મ ન્હોતો પહેર્યો. જોકે, આ રીતે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા થતા જ રહેશે કે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં હવે જોવું રહેવું.