ચંડોળા તળાવમાં લલ્લા બિહારીનું ગેરકાયદેસર આલિશાન ફાર્મહાઉસ, પોલીસ કમિશનર દંગ

અમદાવાદઃ ચંડોળા તળાવમાં કુખ્યાત લલ્લા બિહારીના ફાર્મહાઉસના વીડિયો સામે આવ્યા છે. લલ્લા બિહારીએ તળાવમાં દબાણ કરીને 2000 વારની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું છે.

આ આલિશાન ફાર્મ હાઉસમાં સુવિધાઓ જોતા તમે પણ દંગ થઈ જશો. ફાર્મહાઉસમાં એસી, ગાર્ડન સહિતની સુવિધાઓ છે. એકતરફ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઝૂંપડાઓ ગેરકાયદેસર છે તો બીજી તરફ ફાર્મહાઉસ પણ જોવા મળે છે. પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતા તે પણ જોતા રહી ગયા હતા. લલ્લુ બિહારી પોલીસ તપાસ પહેલાં જ ફરાર થઈ ગયો છે. તળાવમાં ઝૂંપડાઓની વચ્ચે અસામાજિક તત્વોના ઐયાશીનો અડ્ડો છે.

ફાર્મહાઉસમાં હિંડોળા અને ગાર્ડનમાં હીંચકા છે. આ ઉપરાંત ફુવારા અને AC રૂમ પણ મૂકાયેલા છે. લલ્લુ બિહારીએ તળાવનો ભાગ કબજે કરીને 2000 વારનું ફાર્મહાઉસ બનાવ્યું છે. ત્યાં જ ગેરકાયદે વાહન પાર્કિંગ કરે છે. ફાર્મહાઉસમાં કિચનથી લઈને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે.