ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, ડાયરેક્ટર સંજય પટોળિયા પકડાયો
અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વોન્ટેડ આરોપી ડૉકટર સંજય પટોળિયાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ કરી છે. કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી ધરપકડથી દૂર છે.
ડૉ.સંજય પટોળિયા કોણ છે?
ડૉ.સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર હતા. વર્ષ 1999માં કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકોટની સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહ્યા હતા. ડૉ.સંજય પટોળિયાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. વર્ષ 2005માં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. અમદાવાદમાં 2014માં ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી શરૂઆત કરી હતી. એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી. વર્ષ 2019માં ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂઆત કરી હતી. અમદાવાદ, રાજકોટ અને સુરતની હોસ્પિટલ સાથે સંકળાયેલા છે.