અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને મારી ટક્કર

Ahmedabad Crime: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જજીસ બંગલો ચાર રસ્તા નજીક હિટ એન્ડ રનની આ બનાવ બન્યો છે. મર્સિડીઝ કારચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને ટક્કર મારી હતી.
આ પણ વાંચો: CT 2025: ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડથી 25 વર્ષ જૂનો બદલો લેવાની આજે ખાસ તક
મર્સિડીઝ કારચાલક ફરાર થઈ ગયો
રાજ્યમાં અકસ્માતના કારણે મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. ફરી એકવાર અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં મર્સિડીઝ કાર ચાલકે રસ્તો ઓળંગી રહેલી મહિલાને મારી ટક્કર મારી છે. અક્સ્માત સર્જ્યા બાદ મર્સિડીઝ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. 28 ફેબ્રુઆરીની રાત્રે 8.43 વાગ્યે અક્સ્માત સર્જ્યો હતો. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.