January 8, 2025

ફ્લાવર શોના બુકેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, સતત બીજા વર્ષે સન્માન

મિહિર સોની, અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર શોએ સતત બીજી વાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી લીધા બાદ આ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એકવાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી અમદાવાદને વિશ્વ ફલક પર મૂક્યું છે.

આ પહેલાં રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવાર્ડ ૭*૭ મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ફ્લાવર શોનો બુકે 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા ધરાવે છે. આ ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું. ત્યારે ફ્લાવર શોમાં ખૂબ મોટી સંખ્યમાં લોકો નિહાળવા આવી રહ્યા છે, જેમાં ફ્લાવર બુકે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.