જીવરાજ પાર્કમાં લાગેલી આગ મામલે AMCની અધિકારીઓ પર કાર્યવાહી, ત્રણને શો કોઝ નોટિસ ફટકારી

અમદાવાદઃ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારની જ્ઞાનદા સોસાયટીમાં લાગેલી આગનો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ એએસમીએ એસ્ટેટ અધિકારીઓ પર કાર્યવાહી કરી છે.

AMCએ ત્રણ અધિકારીઓને શો કોઝ નોટિસ આપી છે. ઉલ્લેખનીય છે કે, સોસાયટીના ચેરમેને એસ્ટેટ વિભાગને અરજી કરી હતી. તેમણે સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોમર્શિયલ એસી ગોડાઉન બાબતે એસ્ટેટ વિભાગને અરજી કરી જાણ કરી હતી. તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. તો આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ ત્રણ અધિકારીઓને નોટિસ ફટકારી છે.

શો કોઝ નોટિસ મળનારા ત્રણ અધિકારીઓ

આસિસ્ટન્ટ ટીડીઓ – કાંતિભાઇ દાફડા
વેજલપુર વોર્ડ ઇન્સ્પેક્ટર- રાજેશભાંઇ જીવાણી
વેજલપુર વોર્ડ સબ ઇન્સ્પેક્ટર- નિકુંજભાઇ પરમાર

શું હતી સમગ્ર ઘટના?
જીવરાજ પાર્કમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ચાલતા ગેરકાયદેસર એસીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત આસપાસમાં રહેતા રહેવાસીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.