December 28, 2024

અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ રદ, પૂર્વ PMના નિધન બાદ ગુજરાતમાં 7 દિવસનો શોક જાહેર

અમદાવાદઃ શહેરના કાંકરિયામાં યોજાયેલો કાંકરિયા કાર્નિવલ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે તેના પગલે કાંકરિયા કાર્નિવલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે જાહેર કર્યો 7 દિવસનો શોક
પૂર્વ વડાપ્રધાનના મોત બાદ ગુજરાત સરકારે પણ 7 દિવસનો શોક જાહેર કર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ ઉજવણીના કાર્યક્રમ કરી શકાશે નહીં.

ગઈકાલે મનમોહન સિંહનું નિધન થયું હતું
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સલમાન ખુર્શીદે એક્સ પર પોસ્ટ કરીને મનમોહન સિંહના મૃત્યુની માહિતી આપી હતી. મોડી સાંજે તેમની તબિયત બગડતા તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહના નામે ઘણી સિદ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન હતું.