ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા તોડવા મામલે વધુ 3 આરોપીઓની ધરપકડ
અમદાવાદઃ ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે ખોખરા પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, મૂર્તિ ખંડિત કરવા મામલે નોંધાયેલા ગુના બાદ આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા હતા. તે સમયે પોલીસને માહિતી મળતાં જ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.
ગઈકાલે બે આરોપીઓની ધરપકડ કરી હતી
ગઈકાલે ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવા મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે માધુપુરાના મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોરની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે અસલાલીથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. બે એક્ટિવા પર ચાર શખ્સો આવ્યા હતા. 22મીની રાત્રિના 3.30 વાગ્યે બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખંડિત કરી હતી. આરોપી ભોલો અને મેહુલે પ્રતિમાને પથ્થર મારીને મૂર્તિ ખંડિત કરી હતી.
બે કોમ વચ્ચે જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે. નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચે તકરાર ચાલી રહી હતી. વર્ષ 2018માં દિવાલને લઈ ક્રોસ રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. ત્રણ આરોપી શંકાસ્પદ મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર અને જયેશ ઠાકોર છે. 200 લોકોની પૂછપરછ કરી અને હ્યુમન ઈન્ટેલિજન આધારે આરોપીની ઓળખ થઈ છે.