ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટી કાર્યવાહી, બે ડોક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે રદ

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ડો. સંજય પટોડિયા અને ડો. શૈલેષ આનંદનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડો. યુબી ગાંધીની અધ્યક્ષતામાં સ્પથાપેયલી કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે GMCની બેઠકમાં બંને ડોક્ટરના લાયસન્સ 3 વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GMCમાં યોજાયેલી સુનાવણીમાં ડોક્ટરના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. કેસની ગંભીરતા જોતાં 3 વર્ષ માટે લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. GMCમાં લાયસન્સ સરેન્ડર કરવા આદેશ આપવામાં આવ્યો છે.