દારૂની હેરાફેરી નવો કીમિયો આવ્યો સામે, બેટરીનાં બોક્ષમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/AHM-67b4870ce4657.jpg)
Ahmedabad: રાજ્યમાં અવારનવાર દારૂની હેરાફેરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો સામે આવ્યો છે. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની આડમાં બેટરીનાં બોક્ષમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અલગ અલગ બેટરીના બોક્ષમાં 180 દારૂની બોટલ મળી કુલ 2.94 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી અનુસાર દારૂની બોટલ દિલ્હીથી પાર્સલ મારફતે અમદાવાદ લાવવામાં આવી હતી. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની આડમાં બેટરીનાં બોક્ષમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જોકે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પ્રેમ દરવાજા ગુરુ લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટ માંથી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. વધુમાં રાજકોટનો બુટલેગર ડિલિવરી લેવા આવેલ રાજપાલસિંહ રાઠોડની સ્વિફ્ટ ગાડી સાથે ધરપકડ કરી છે. રાજકોટનાં બુટલેગર દારૂ મંગાવનાર યશ ઠાકર વોન્ટેડ છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Champions Trophy 2025: ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ બનશે વિલન?