AMCનો નઘરોળ વહીવટ! AQI દર્શાવતા બોર્ડ લગાવ્યા, 20 કરોડ બજેટ ફાળવ્યું… અંતે બંધ હાલતમાં!
મિહિર સોલંકી, અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એર ક્લોલિટી ઇન્ડેક્સ (AQI) સેન્સર લગાડવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2017માં અમદાવાદમાં હવામાં પ્રદૂષણના સ્તરની લોકોને માહિતી મળે તે માટે વિવિધ સ્થળો પર AQIના મશીન લગાવવામાં આવ્યા હતા.
સમગ્ર શહેરમાં આઠ જગ્યા પર AQIના બોર્ડ લગાડવામાં આવ્યા હતા. શહેરના બોપલ, સેટેલાઈટ, એરપોર્ટ, પીરાણા, રખિયાલ, વસ્ત્રાપુર, ચાંદખેડા રાયખડ વિસ્તારમાં હાલમાં આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. જે હાલ પણ હાજર છે. પરંતુ તેમાંથી ઘણા બોર્ડ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
વર્ષ 2019 વખતે એક બોર્ડ લગભગ 10થી 12 લાખના ખર્ચે લગાડવામાં આવ્યા હતા. ત્યારે આ બોર્ડને જોવા માટે કન્ટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. તેની માટે કોર્પોરેશને 20 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું.