October 11, 2024

દશેરાને લઈને અમદાવાદની ઓસવાલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ, ગંદકી જોવા મળતા વેચાણ બંધ કરાવ્યું

અમદાવાદઃ દશેરાના દિવસે મોટી સંખ્યામાં લોકો ફાફડા-જલેબી ખાતા હોય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

અમદાવાદમાં ફેમશ ગણાતી ઓસવાલ રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સૌથી ફેમશ અને મોંઘા ફાફડા-જલેબીમાં ઓસવાલ રેસ્ટોરન્ટનું નામ આવે છે.

ન્યૂઝ કેપિટલની ટીમ ઓસવાલ રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ત્યારે ગટરની બાજુમાં જલેબીનું રો-મટિરિયલ મૂકવામાં આવ્યું હતું. ચારે તરફ ગંદકી જોવા મળી રહી હતી. દીવાલો પર પણ ગંદકીના થર મારેલા જોવા મળ્યા હતા. આ તમામ દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગંદકી જોવા મળતા કોર્પોરેશન દ્વારા વેચાણ બંધ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી કિચનની સફાઈ કરવામાં નથી આવતી.