News 360
April 1, 2025
Breaking News

નાના ચિલોડાના શ્રીનાથ એસ્ટેટમાંથી 1200 કિલોથી વધુ શંકાસ્પદ ક્રીમ ઝડપાઈ, લાયસન્સ રદ

અમદાવાદઃ નાના ચિલોડાના શ્રીનાથ એસ્ટેટમાંથી 1295 કિલો શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની બાતમીના આધારે AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શિવ શંભુ ડેરી પ્રોડક્ટસમાંથી આ જથ્થો ઝડપાયો છે. ક્રીમમાં ભેળસેળ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા. ભેળસેળયુક્ત ક્રીમનો નકલી ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવામાં ઉપયોગ થતો હતો. અસલી ક્રીમમાં મિલ્ક પાવડર અને પામોલિન તેલની ભેળસેળ કરી નકલી ક્રીમ બનાવવામાં આવતું હતું. નકલી ક્રિમનું ગ્રામ્ય વિસ્તાર અને નાના માર્કેટમાં વેચાણ થતું હતું.

ભેળસેળ કરનારા શિવ શંભુ ડેરીના વેપારીએ જણાવ્યુ હતુ કે, કિલોના 270 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવતી હતી. ત્યારબાદ ભેળસેળ કરીને કિલોના 290 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. નકલી ક્રીમનું અલગ અલગ ડેરીઓ વેચાણ કરાતું હતું. ફેટ અને વજન વધારવા માટે પામોલિન તેલ ઉપયોગ કરતા હતા. AMCએ સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. આ સાથે જ હાલ શિવ શંભુ ડેરી ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.