December 22, 2024

નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં કોંગ્રેસે કહ્યુ – માનવવધનો ગુનો દાખલ કરો

અમદાવાદઃ નારોલમાં આવેલી ગેસ કંપનીમાં ગળતર થતા બે મજૂરના મોત નીપજ્યા છે. જ્યારે સાત વ્યક્તિઓને હાલ સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગેસ ગળતરને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, દેવી સિન્થેટિકનું લાયસન્સ છેલ્લા કેટલાય વખતથી રિન્યૂ નથી થયું. આ ઉપરાંત કંપની દ્વારા કોઈપણ પ્રકારના નિયમો અને ફાયરના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. છેલ્લા ત્રણ મહિનાથી કંપની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

આ મામલે કોંગ્રેસે દોષનો ટોપલો GPCB પર ઢોળ્યો છે. કોંગ્રેસે કહ્યુ છે કે, ‘GPCB દ્વારા કોઈપણ પ્રકારનું ઇન્સ્પેસક્શન કરવામાં આવતું નથી. અનેકવાર નારોલ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને છે. આ મામલે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ.’