અમદાવાદ પોલીસની લાલઆંખ, ટ્રાફિક નિયમનો કર્યો ભંગ તો લાયસન્સ થશે રદ્દ
Ahmedabad: અમદાવાદમાં વધતા જતા અકસ્માતને લઈને પોલીસ એક્શનમાં મોડમાં છે. છેલ્લા કેટલાક દિવસ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સિવાય ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પર અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. જ્યારે હવે અમદાવાદ RTOમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા 3 હજાર દરખાસ્ત મળી છે. 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા દરખાસ્ત મોકલવામાં આવી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ આતંક યથાવત, ચટ્ટોગ્રામમાં ત્રણ મંદિરોમાં તોડફોડ
મળતી માહિતી અનુસાર છેલ્લા 3 મહિનામાં પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની ૩ હાજર દરખસ્ત મળી છે. 3 થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા દરખાસ્ત મોકલી છે. જેમા 3 હજારમાંથી GJ-1ની 1380 દરખાસ્ત છે. દરખાસ્ત મળેલા તમામ લોકોને RTO દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટિસ અપાઈ છે. આગામી સમયમાં પ્રકિયા પૂર્ણ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. જોકે, મોટા ભાગના હેલમેટ વગરના કેસમાં 3 થી વધુ વખત નિયમનો ભંગ કર્યો હોય તેના ઘરે નોટીસ મોકલાઇ છે. નોટિસમાં 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 7 દિવસમાં તેનો જવાબ કે ખુલાસો રજુ ન કરે તો લાયસન્સ સસ્પેડ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2024 સુધીમાં 700 લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કર્યા છે. ડિસેમ્બરની શરુઆત સુધીમાં 1380 વિરુધ્ધ પણ કાર્યવાહી થશે.