January 4, 2025

નવા વર્ષની ઉજવણીમાં નશેડીઓ ભૂલ્યા ભાન… અમદાવાદ પોલીસે 200થી વધુ દારુડિયા પકડ્યા

Ahmedabad: નવા વર્ષ 2025 ની શરૂઆત પહેલા 31 ડિસેમ્બરની રાત્રે શહેરીજનોએ મોડી રાત સુધી ઉજવણી કરી. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ ખડેપગે જોવા મળી હતી. મોડી રાત્રી દરમિયાન તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ વચ્ચે હવે અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બરને લઇ વહેલી સવાર સુઘી 200થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં હતી, ત્યારે હવે અમદાવાદ પોલીસે દારૂના નશામાં રહેલ 100થી વઘુ લોકોની ધરપકડ કરી છે. પશ્ચિમ વિસ્તારમાંથી 106 દારૂ પીધેલા પકડાયા છે. પૂર્વ વિસ્તારમાં 100 જેટલા દારૂડીયા પકડાયા છે. શહેરના ઝોન- 4માં 36 લોકો દારૂ પીધેલા પકડાયા છે. તો ઝોન-6માં 30 લોકો દારૂ પીધેલા પકડાયા છે. પૂર્વ વિસ્તારના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એક પણ પ્રોહિબ્રિશન કેસ આવ્યો નથી. દરિયાપુરમાંથી 1 ને પક્ડયો,મેધાણીનગર -9 પકડયા,સરદારનગરમાં 6 પકડયા. આ સિવાય નરોડમાં 9,કૃષ્ણનગરમા 8 અને એરપોર્ટમાં 3 પીધેલાને પકડીને કેસ કર્યો છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંજની વધશે મુશ્કેલીઓ! ચંદીગઢ કોન્સર્ટમાં દારૂના ગીતોને તોડી-મરોડીને પણ ન ગાય નહીંતર…