December 9, 2024

અમદાવાદ RTOમાં સતત ત્રીજા દિવસે દંડ ભરવા લોકોની લાંબી લાઈનો, પોલીસ કોમ્બીંગમાં જનતાને હેરાનગતિ

Ahmedabad RTO: અમદાવાદ આરટીઓમાં સતત ત્રીજા દિવસે લાઇનો જોવા મળી રહી છે. દંડ ભરવા વહેલી સવારથી જ લોકો લાંબી લાઇનો લગાવે છે. રોજના 250 ટોકન સિસ્ટમથી દંડ વસૂલાય છે. પોલીસ કોમ્બીંગમાં સામાન્ય જનતા હેરાન થઈ રહી છે. સવારના 4 વાગ્યાથી દંડ ભરવા માટે લોકો લાઇનો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતીય ટીમ સાથે કરી મુલાકાત

વધુ કાઉન્ટર શરૂ કરાયા
વાહન ચાલકો કહી રહ્યા છે કે ઓનલાઇન દંડ વસૂલવામાં આવવો જોઈએ. તકલીફ ન પડે તે માટે વધુ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આરટીઓને 18 લાખ રૂપિયાની થઈ આવક થઈ છે. મંગળવારના નવ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ કોમ્બીંગમાં હાલ લોકો હેરાન થઈ રહ્યા છે. કાઉન્ટર વધારે શરૂ કરવામાં આવ્યા એમ છતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મંગળવારના 500 મેમોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.