December 19, 2024

ભોમિયા સાથે ભ્રમણ, અમદાવાદ ગ્રામ્ય DEOએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે કરી અનોખી પહેલ

રિપોર્ટર આશુતોષ, અમદાવાદ: ધોરણ 10 અને 12 બાદ ક્યા ફિલ્ડમાં અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓ ચિંતીત હોય છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા કારકીર્દીના પંથ પર ભોમિયા સાથે ભ્રમણ અંતર્ગત વિડીયો તૈયાર કરવામા આવ્યો છે જેના થકી વિદ્યાર્થીઓને 500થી વધુ કોર્સની માહીતી મળી શકશે.

આગામી સમયમાં ધો 10 અને 12નુ પરિણામ જાહેર થયું છે પરંતુ ત્યારે વિદ્યાર્થીઓએ ક્યા ક્ષેત્રમાં કારકીર્દી ઘડવી તે અંગે અજાણ હોય છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ કૃપાબેન ઝા દ્વારા એક ક્લાકથી વધુ સમયનો વીડિયો તજજ્ઞોની ટીમ સાથે તૈયાર કરવામા આવ્યો છે. જેનાથી વિદ્યાર્થીઓને પ્રણાલીગત અને બીનપ્રણાલીગત કોર્સીસની માહીતી મળી શકશે.

ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં DEO કૃપાબેન ઝા એ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને તમામ કોર્સીસ અંગે માહીતી હોતી નથી અને આગામી સમયમાં ક્યા કોર્સીસની ડિમાન્ડ રહેવાની છે તેને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામા આવી છે. કારકીર્દીના પંથ પર ભોમિયા સાથે ભ્રમણ એટેલે કે એક્સપર્ટની ટીમ દ્વારા આ વિડીયોને તૈયાર કરવામા આવ્યો છે. પોલિટેકનીકથી લઇને કોમર્સ, એન્જીનિયરિંગ સહીતના 500થી વધુ કોર્સીસની માહીતી વિદ્યાર્થીઓને આપવામા આવી છે.

વધુમાં કૃપાબેન ઝાએ જણાવ્યુ હતું કે આ વિડીયો થકી વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નો કારકિર્દી ની પસંદગી કેવી રીતે કરવી. ધોરણ 10 અને 12 પછી ના પ્રણાલીગત અભ્યાસક્રમ ની સંપૂર્ણ માહિતી તેમજ જો વિદ્યાર્થીઓને કદાચ ધો 10 કે 12 માં અસફળતા મળે અથવા ઓછા ટકા મળે તો પણ અભ્યાસ ચાલુ રાખી 100 રોજગારીની તકો આપતા વિવિધ કોર્ષની માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત વીડિયો લિંક માં મુકેલ ડિસ્કીપ્શનમાં વિદ્યાર્થીઓ પોતાને મુંઝવણ હોય તેવા પ્રશ્નો પૂછી શકશે .જેનો ઉત્તર એક્સપર્ટ દ્વારા આપવામા આવશે. તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ડિજિટલ માર્ગદર્શિકા, વિવિધ યોજનાઓ, વેબસાઈટ, ગુજરાત સરકારની GCES પોર્ટલ ની માહિતી પણ ડિસ્ક્રીપ્શનમાં મૂકવા આવશે.

આ મામલે વિદ્યાર્થીની કાવ્યા પંડ્યાએ જણાવ્યુ હતુ કે હવે બીકોમ બીબીએ સહીતના કોર્સ કરવાથી જોબ મેળાવવામા મુશ્કેલી પડી શકે છે એડિશ્નલ ડિગ્રી વિદ્યાર્થીઓ પાસે હોય તો સારી તકો મળી શકે છે. નેવી,સાયબર ક્રાઇમ,સહીતના કોર્સીમાં પણ સારી તકો રહેલી હોય છે તેની પણ માહીતી આ વિડીયોમાં મુકવામા આવી છે. જે ઉપયોગી બની છે