સાબરમતી નદીમાં આવતીકાલથી સફાઈ અભિયાન શરૂ, કચરો-ગંદકી દૂર કરવામાં આવશે

અમદાવાદઃ સાબરમતી નદીની સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યુ છે કે, રિવરફ્રન્ટ પર પાણી ખાલી કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાનું રિપેરીંગ કામ ચાલી રહ્યું છે. આવતીકાલે મેયર સફાઈ અભિયાન શરૂ કરાવશે. નદીમાંથી કચરો અને ગંદકી દૂર કરવામાં આવશે.

તેઓ કહે છે કે, ટેક્નિકલી નદીને કેટલી ઉંડી કરવી તે અંગે પણ કામગીરી કરાશે. 5 જૂન સુધી સફાઈ અભિયાન ચાલશે. સફાઈ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડવામાં આવશે. ધર્મગુરુઓથી લઈને તમામ લોકોને અને એનજીઓને જોડવામાં આવશે.