January 2, 2025

અમદાવાદના સાળંગપુર બ્રિજ પર જશો તો પડશે ધક્કો, દોઢ વર્ષ માટે બ્રિજ રહેશે બંધ

Ahmedabad: અમદાવાદનો સાળંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ બંધ રહેશે. નવા બ્રિજની કામગીરીને લઈને હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. નોંધનીય છે કે, 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બ્રિજ બંધ રહેશે. આ સિવાય સાળંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રીજ પર વાહન વ્યવહારમાં વધારો થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલ્વે સંયુક્ત રીતે ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેને નવીનીકરણ કરવા માટે એક મોટો નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધરશે. જોકે, હાલમાં, ફક્ત સારંગપુર બ્રિજ ટ્રાફિક માટે બંધ રહેશે.

આ પણ વાંચો: રાજકોટના લાપિનોઝ પીઝામાંથી નીકળ્યો વંદો, ફોટો થયો વાયરલ