January 22, 2025

પોલીસ ભરતીમાં તૈયારી કરનારી યુવતીનો આપઘાત, સાસરિયાઓ ત્રાસ આપતા હોવાથી ગળેફાંસો ખાધો

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં પોલીસ ભરતીમાં તૈયારી કરનારી યુવતીએ આપઘાત કર્યો છે. મૃતકે ફતેવાડીમાં સાસરિયાઓનાં ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ ચાલુ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, 3જી જાન્યુઆરી 2025ના દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકના લગ્ન 7 મહિના પહેલાં જ થયા હતા. ત્યારે લગ્નનાં દોઢ માસ બાદ પતિ, સાસુ અને જેઠ ત્રાસ આપતા હતા. તેને કારણે 24 વર્ષીય ભૂમી મકવાણા નામની યુવતીએ આપઘાત કર્યો છે.

યુવતીએ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યો હતો. આ ઉપરાંત યુવતીના પતિને બીજી યુવતી આડાસંબંધ હતા. આ મામલે સરખેજ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.