July 1, 2024

સ્કૂલ વર્ધી એસોશિએશને રીક્ષા-વાનના ભાવ વધાર્યા, નવા સત્રથી લાગુ થશે

અમદાવાદઃ શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે વાલીઓના બજેટ ખોરવાય તેવો વધુ એક નિર્ણય સામે આવ્યો છે. મોંઘવારીને કારણે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં ભાવવધારો કર્યો છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કર્યો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેશ, પાર્સિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દર ત્રણ વર્ષે સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવવધારો કરતું આવ્યું છે. ત્યારે છેલ્લે વર્ષ 2021માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો.

આ પણ વાંચોઃ નવા ચૂંટાયેલા પાંચ MLAની શપથવિધિ, મોઢવાડિયા-ધર્મેન્દ્રસિંહે લીધા શપથ

નવા ભાવ મુજબ રિક્ષામાં એક કિમી ઘેરાવાના પ્રતિ મહિને 650થી વધારીને 750 રૂપિયા કરવામાં આવ્યા છે. 2 કિમીના 750થી વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે 5 કિલોમીટરના 1050થી વધારીને 1150 રૂપિયા કરી નાંખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી

વાનની વાત કરલામાં આવે તો, પ્રતિ મહિને 1000થી વધારીને 1200 રૂપિયા કરવામાં આવ્યા છે. 2 કિલોમીટરના વાનમાં 1200ના વધારીને 1400 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે 5 કિમીના 1800થી વધારીને 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરવામાં આવ્યો છે.