December 20, 2024

નરોડા શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપ

Ahmedabad Shalby Hospital: નામાંકિત નરોડા શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલની બેદરકારીથી 62 વર્ષીય દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. 8 તારીખે PMJAY યોજના અંતર્ગત દર્દીને પગમાં તકલીફની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

પરિવારજનોએ કર્યો આક્ષેપ
પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું કે, ઓપરેશન બાદ દર્દીના શરીરમાં નસ ખુલ્લી રહી ગઈ હતી. શેલ્બી હોસ્પિટલે પેશન્ટને સિવિલ કે અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. PMJAY કાર્ડ પૂર્ણ થયા બાદ હોસ્પિટલે દર્દીના સ્વજનોને શિફટિંગ માટે કહેવામાં આવ્યું હતું. દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે સાજા હતા પણ હોસ્પિટલમાં કરેલી સારવાર બાદ મોત થયું છે. મૃતકના પરિવારજનોને વળતરની માંગ કરી છે.

આ પણ વાંચો: કનુ દેસાઈ રાજસ્થાનમાં સાંજે 4 વાગ્યે કેન્દ્રિય નાણામંત્રીની બેઠક આપશે આજે હાજરી

હોસ્પિટલના યુનિટ હેડે કહી આ વાત
સમગ્ર મામલે નરોડા શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડૉ દુષ્યંત પટેલનુ નિવેદન આપ્યું છે. દર્દીના મૃત્યુ બદલ ખેદ છે પરંતુ હોસ્પિટલ કોઈ પણ આક્ષેપ સ્વીકારતી નથી. ઘોહાભાઈ કામ્બલેને શેલબી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતા. તેમને બંને પગે ચાલવાની સમસ્યા હતી. પગની આંગળી કાળી પડી ગઈ હતી. દર્દીને તમાકુ ખાવાની ટેવ હતી. શરીરની ધમનીઓ બંધ થઇ જાય તો પગની આંગળી કાળી પડી જાય છે. દર્દીના પગને બચાવવા માટે સર્જરી કરી હતી. આયુષ્યમાન કાર્ડની એપ્રુવલ બાદ સર્જરી કરી હતી. 12 ડિસેમ્બરે દર્દીને કાર્ડિયો ફેલીયરને કારણે મૃત જાહેર કર્યા. અમે અન્ય કોઈ હોસ્પિટલમાં જવા માટે પણ કહ્યું નહોતું