તાંત્રિક-ભૂવા નવલસિંહની પત્નીની ધરપકડ, એકની અટકાયત
અમદાવાદઃ સરખેજ પોલીસે પકડેલા તાંત્રિક-ભૂવા નવલસિંહ ચાવડાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તાંત્રિકે અનેક હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
તાંત્રિક નવલસિંહની પૂછપરછ દરમિયાન તેણે 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. વાંકાનેર, પડધરી અને સુરેન્દ્રનગરમાં પણ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે વાંકાનેર કેસમાં હત્યારા તાંત્રિક નવલસિંહના પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે અમદાવાદથી જીગરની અટકાયત કરી છે. અમુક હત્યામાં નવલસિંહના પત્ની અને અન્ય લોકો સામેલ હોવાની તપાસ થઈ રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ડીજીપી દ્વારા હત્યા મામલે ફરિયાદ નોંધી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.