અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનના વિનર્સની જાહેરાત
અમદાવાદઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પસંદગી પામેલી શોર્ટ ફિલ્મ વિજેતાઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ડીજીપી વિકાસ સહાય હાજર રહ્યા હતા.
શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનો વિષય હતો કે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતતા લાવવી. 1 જૂનથી 30 જૂન સુધી શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના પહેલા રાઉન્ડમાં 119 શોર્ટ ફિલ્મ્સને પસંદ કરવામાં આવી હતી.
તેમાંથી બીજા રાઉન્ડમાં 53 શોર્ટ ફિલ્મ્સ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાંથી છણાવટ કરી ત્રીજા રાઉન્ડમાં 13 કૃતિઓ પસંદ કરવામાં આવી હતી. તેમાંથી ટોપ 10 કૃતિઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાંથી 7 કૃતિઓને ચેક આપીને નવાજવામાં આવ્યા હતા. જ્યારે ટોપ 3 વિનર્સને ચેક સહિત એવોર્ડ આપવામાં આવ્યો હતો.