July 4, 2024

વિવેકાનંદ કોલેજને AMCના ફાયર વિભાગે કરી સીલ, 4000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

અમદાવાદ: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ શાળા-કોલેજોમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં જ અમદાવાદમાં પણ AMCના અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ફાયર સેફ્ટીને લઈ તપાસ કરવામાં આવી રહી છે અને જે ઓફિસ કે બિલ્ડીંગ, શાળા, કોલેજોમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાઈ રહ્યો છે તેને સીલ મારી દેવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આવેલી વિવેકાનંદ કોલેજને AMC ફાયર વિભાગે સીલ મારી દીધુ છે.

અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMC ફાયર વિભાગે સીલ મારી દીધી છે. ફાયર સેફ્ટીના અભાવે વિવેકાનંદ કોલેજને સીલ મારી દેવાતા વિદ્યાથીઓનો અભ્યાસ બગડશે તેવી ચિંતા વાલીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ત્યાં જ આગામી 24 જૂનથી કોલેજ શરૂ થઈ રહી છે ત્યારે AMC દ્વારા બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે. જોકે આ મામલે AMC અધિકારીઓનું કહેવું છે કે, વિવેદાનંદ કોલેજમાં 3-4-5 માળની BU ન હોવાથી સીલ કરાઈ છે.

આ પણ વાંચો: ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? જાણી લો નવો નિયમ નહીં તો…

વિવેકાનંદને સીલ મારી દેવાતા કોલેજ દ્વારા દોઢ વર્ષ પેહલા BU માટે અરજી કરાઈ હોવાનું કોલેજના આચાર્ય જણાવી રહ્યા છે. ત્યાં જ આચાર્યએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ કોલેજ સીલ કરાઈ છે અને તંત્રના બેવડા ધોરણ છે, UPSCની પરીક્ષા માટે કલેકટરની મંજુરીથી કોલેજ કેમ ખોલાઈ. હાલમાં 4000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. અમદાવાદ કોર્પોરેશન બેવડી નીતિ પર કામ કર્યું છે. આથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પહોંચી શકે છે.