September 27, 2024

માનવ તસ્કરી સામે રક્ષણ આપી AHTU એ કરી 96 બાળકોની શિક્ષણની વ્યવસ્થા

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમ AHTU દ્વારા છેલ્લા 6 મહિનામાં 96 જેટલા બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. અપહરણ અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યૂ કરી તેમને નવું જીવન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં આ બાળકોને સ્કૂલમાં ભણતર પણ આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ગુમ થતાં બાળકો અને ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યૂ કરવા માટે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચનું એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ કાર્યરત છે. AHTU દ્વારા છેલ્લા 6 મહિનામાં 96 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવતા છે. આ રેસ્ક્યૂ કરાયેલા બાળકોમાં 3 બાળકીઓના અપહરણને લઈ હેબિયસ કોપર્સ પણ દાખલ થયેલ હતી. 96 માંથી 65 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ બાળકોમાં લાંબા સમયથી ગુમ હોય, મળી આવતા ના હોય તેને લઈ ટીમ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળેલ બાળકીઓમાંથી એક બાળકી કૃષ્ણનગર માંથી ગુમ થઈ હતી જે 12 વર્ષીય બાળકી 1 વર્ષ ગુમ રહી હતી. જેને શોધી કાઢવામાં આવી છે. તો અઢાર વર્ષથી નીચેની 8 બાળકીઓ શોધી કાઢવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યમાં ભીક્ષાવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ વધ્યો છે, વાલી કે અન્ય લોકો ભીખ મંગાવવા. બાળકો નો ઉપયોગ કરતા હોય છે. જેના 43 ગુનાઓ નોંધ્યા છે. ટિમ દ્વારા બાળકો નું શિક્ષણ અને રિહેબલીટેશન થાય તે માટે પણ પોલીસ દ્વારા સંકલન કરવામાં આવે છે. રેસ્કયું 65 ભીક્ષાવૃત્તિ કરતા બાળકો માંથી 37 બાળકીઓ હતી. મહત્વે બાળકોનો લેબર તરીકે ઉપયોગ કરતા હોય ત્યાં રેડ કરી 28 બળકોને મુક્ત કરવામાં આવ્યા છે. બાળકોનો ઉપયોગ કેરિયર તરીકે થતો હોય કે કેમ તે અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યા છે. 3 કેસો નોંધવામાં આવ્યા છે. જે પૈકી એક ઇ-સિગારેટ નો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

માનવ તસ્કરી અને બાળકોનો ઉપયોગ તેમના માતા પિતા ભીખ માગવાના વેપારમાં કરે તે ચલણ વધ્યું છે. જો તમને રસ્તા પર કોઈ બાળક ભીખ માગતું દેખાય તો તુરત પોલીસ નો સંપર્ક કરવો જેથી આ પ્રવુતિ કરતા બાળકોનું જીવન સુધરે.