July 4, 2024

Shark Tank Indiaમાં આવ્યું AI ડ્રોન, આ છે ખાસિયત

મુંબઈઃ Shark Tank India ટીવી શો દરમિયાન રોજ નવા નવા આઈડિયા જોવા મળી રહ્યા છે. મોટા ભાગના આઈડિયા AI ઉપર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા AI કાર આવી હતી. હવે આ વખતે AI ડ્રોન આવ્યું છે. જેની ખાસિયત જોઈને તમે ચોંકી જશો. જાણો અમારા આ અહેવાલમાં કે કેવી રીતે કામ કરી રહ્યું છે AI ડ્રોન.

શાર્ક ટેન્ક ઈન્ડિયામાં AI ડ્રોન
શાર્ક ટેન્ક ઈન્ડિયામાં દરરોજ નવા આઈડિયા સાથે લોકો આવી રહ્યા છે. નવી નવી ટેકનોલોજીથી સજ્જ આ આઇડિયા જોવા મળી રહ્યા છે. હવે આ ટીવી શોમાં એક AI ડ્રોન રજૂ કરવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તે જાતે જ ઉડી શકે છે તેની સાથે જ તે ટેકઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. શાર્ક ટેન્ક ઈન્ડિયામાં AI ડ્રોન બે લોકોએ રજૂ કર્યું હતું, જેમાંથી એક પ્રેમ સાઈ અને બીજા રાજેશ્રી રાજેશ દેતાલુ છે. આ બંનેએ સાથે મળીને એક સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. જેનું નામ તેમણે VECROS રાખ્યું હતું. આ સમયે તેઓએ પોતાની માંગણી રાખી હતી જેમાં તેમણે રુપિયા 1 કરોડની માંગ રાખી હતી. આ પછી તેણે પોતાનું AI ડ્રોન એથેરા ઉડાવ્યું હતું.

આ ડ્રોન કેવી રીતે કામ કરે છે?
આ ડ્રોનને પહેલા તેમાં રહેલા બટનને દબાવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડ્રોન આપોઆપ ઉડી ગયું હતું. ડ્રોન આખો રૂમ સ્કેન કર્યો અને આપમેળે ઉતરી ગયું હતું. આ સમયે ડ્રોને એક 3D મેપ પણ તૈયાર કર્યો છે , જે તેણે ટીવી સ્ક્રીન પર પણ બતાવ્યો છે. જેમાં ડ્રોનનો રૂટ પણ બતાવવામાં આવ્યો હતો અને રૂમની ડિઝાઇન પણ બતાવવામાં આવી હતી. આ સમયે આ ડ્રોનને બનાવનાર સ્થાપકે કહ્યું કે અથેરા એ ભારતનું પ્રથમ સ્વ-ઉડતું અવકાશી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન છે.

ડ્રોનનો ઉપયોગ આ ક્ષેત્રોમાં
આ ડ્રોન બાંધકામ સાઇટ્સ ઉપર ઉપયોગમાં લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે AI ડ્રોનનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે. જેમકે, રેલવે બ્રિજ મોનિટરિંગ, કન્સ્ટ્રક્શન વગેરેમાં થઈ શકે છે. આમાં ઓછા સમયમાં વધુ ડેટા એકત્ર કરી શકાય છે. ઘણી વખત, ખતરનાક પરિસ્થિતિઓમાં, એન્જિનિયર્સ જાતે નિરીક્ષણ કરી શકતા નથી, આવી સ્થિતિમાં આ AI ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેવું તેમના બનાવનાર સ્થાપકનું કહેવું છે. AI ડ્રોનમાં કુલ 8 કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કમ્પ્યુટિંગ પાવર 21 ટ્રિલિયન ઓપરેશન્સ પ્રતિ સેકન્ડ હોવાનું કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ ડ્રોન 360 ડિગ્રી ક્ષેત્ર જોવામાં સક્ષમ છે. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ અથવા વસ્તુ તેની નજીક આવે છે, તો તે તેની પોતાની સલામતી માટે તેનાથી દૂર જશે. પરંતુ આ ડ્રોન ડેમો દરમિયાન ક્રેશ થયું હતું. અમન ગુપ્તાએ એઆઈ ડ્રોનને કુલ 1 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આમાં 20 લાખ રૂપિયા પર 1% ઈક્વિટી અને 3 વર્ષ માટે 80 લાખ રૂપિયા પર 10% વ્યાજ છે.