અક્ષર પટેલને મોટો ઝટકો, હાર બાદ BCCIએ કરી કાર્યવાહી

Axar Patel: દિલ્હી કેપિટલ્સની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ સામેની રોમાંચક મેચમાં 12 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા. દિલ્હી ટીમના ત્રણ બેટ્સમેન રન આઉટ થઈ ગયા અને તેઓ લક્ષ્યથી 12 રન પાછળ પડી ગયા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમને બેવડો ફટકો પડ્યો છે. પ્રથમ, તેઓ મેચ હારી ગયા અને બીજું, કેપ્ટન અક્ષર પટેલને ધીમી ઓવર માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો: RR vs RCB: સંજુ સેમસનનું નામ શરમજનક યાદીમાં એડ થયું, શરમજનક રેકોર્ડ નોંધાયો
12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.22 મુજબ, જો કોઈ ટીમ સિઝનમાં પહેલીવાર સ્લો ઓવર રેટનું ઉલ્લંઘન કરે છે, તો કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ સિઝનમાં અક્ષરનો આ પહેલો સ્લો ઓવર રેટનો ગુનો છે. દિલ્હી કેપિટલ્સ ટીમે પોઈન્ટ ટેબલમાં પોતાનું નંબર-1 સ્થાન ગુમાવી દીધું છે. હવે પ્રથમ સ્થાન પર ગુજરાતની ટીમ પહોંચી ગઈ છે.