December 22, 2024

ગાંધીનગર કોર્પોરેશનની પ્રથમ સામાન્ય સભામાં તમામ 8 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાના નવ નિયુકત હોદેદારોની આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર ચર્ચા કરીને તેને મજુર કરવામાં આવ્યા હતા. જો કે ગાંધીનગર મેયર બન્યા બાદ મીરા પટેલની આજે પ્રથમ સામાન્ય સભા માં કુલ 8 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ મુદ્દાઓ મંજુર કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોની આજે પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી કે આ સામાન્ય સભાની બેઠકનું સંચાલન મેયર મીરા પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે આજની સભાની બેઠકમાં ભૂતકાળના મેયર અને તેમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરીનો આભાર પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ગાંધીનગર મનપા હસ્તક કામ કરતા કર્મચારીઓના ભરતી અને બદલી અંગેના નિયમો મંજૂર કરવામાં આવ્યા હતા પણ બીજી તરફ ગાંધીનગર ફાયર વિભાગના મહેકમને પણ મજૂરી આપવામાં આવી હતી.

રાજ્ય સરકારે ગાંધીનગર શહેરી વિસ્તારની 32 સ્કૂલોનું સંચાલન જિલ્લા પંચાયત પાસેથી લઈને મહાનગરપાલિકા અષ્ટક મૂકવાનું નિર્ણય કર્યો હતો કે આ નિર્ણય બહાર હવે ગાંધીનગર સ્કૂલો તમામ કામગીરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત વિવિધ સંવર્ગના અધિકારીઓ કર્મચારી ભરતીના લખતા નિયમો પણ પોતાના વધારાને મંજૂર કરી દેવામાં આવ્યા હતા જોકે આજની સામાન્ય બેઠકમાં આઠ મુદ્દાઓ ગાંધીનગર ના મેયરે રજૂ કરીને તમામ ને મજૂરી આપી હતી.