December 13, 2024

Allu Arjun Arrest: અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

Allu Arjun Arrest Live Updates: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન ભાગદોડ થઈ હતી જે દરમિયાન એકનું મોત થયું હતું. આ પછી પોલીસે કાર્યવાહી કરી છે. અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PM Modi Prayagraj Visit: PM મોદી મહાકુંભની તૈયારીઓને લઈને પહોંચ્યા પ્રયાગરાજ

થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી
‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ધરપકડ કર્યા પછી અલ્લુ અર્જુનને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ થઈ હતી તે સમયે એક મહિલાનું મોત થયું હતું. મોતની સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.