એલોવેરા ત્વચા માટે છે વરદાન, આ છે ફાયદાઓ

Aloe Vera Gel: શું તમને પણ એવું ઈચ્છો છો કે તમારી ત્વચા હમેંશા ચમકે અને કરચલીઓથી દૂર રહે. તો તમારા ચહેરાની કાળજી તમારે રાખવી પડશે. જો તમે ચહેરા પર એલોવેરા લગાવો છો તો તમારી ત્વચાને ઘણા ફાયદાઓ થઈ શકે છે. ચાલો જાણીએ ત્વચાની કઈ સમસ્યાઓમાં એલોવેરા અસરકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

એલોવેરા આ સમસ્યાઓમાં અસરકારક છે

ટેનિંગ
જો તમે ટેનિંગથી હેરાન પરેશાન છો, તો એલોવેરા જેલમાં થોડું ગુલાબજળ મિક્સ કરી શકો છો. તેને તમે બનાવીને રોજ સવારે લગાવી શકો છો. આ પછી તમે સ્નાન કરી લો. બેસ્ટ પરિણામ તમને મળશે.

એન્ટિ એજિંગ
એલોવેરા એન્ટી એજિંગનું કામ કરે છે. એલોવેરા જેલમાં વિટામિન ઈ તમારે મિક્સ કરવાનું રહેશે. તમે નારંગીનો પાવડર બનાવીને પણ એલોવેરામાં મિક્સ કરીને લગાવી શકો છો.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

મેકઅપ દૂર કરવા માટે
જો તમે એલોવેરાનો મેકઅપ રિમૂવર તરીકે ઉપયોગ કરવા માંગો છો તો પણ તમે કરી શકો છો. તમારે એલોવેરા જેલ લેવાનુ રહેશે. તેનાથી તમારા ચહેરાને સાફ કરો.

ડેડ સ્કિન
જો તમે ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માંગો છો તો એલોવેરા કારગર સાબિત થઈ શકે છે. પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરીને તેમાં એલોવેરા જેલ લગાવો. હવે તેને હળવા હાથે માલિશ કરો. આવું રોજ કરશો તો તમારી ડેડ સ્કિન દૂર થશે.