September 20, 2024

ફોનમાં હંમેશા રાખો આ 6 સરકારી એપ્લિકેશન, બચી જશે તમારા પૈસા

Govt 5 important apps: આજના ડિજિટલ યુગમાં સરકારે ઘણી ઉપયોગી મોબાઈલ એપ્સ લોંચ કરી છે જે આપણા રોજિંગા કામકાજને સરળ બનાવે છે. જોકે ઘણા લોકો આ એપ્સ વિશે જાણકારી નથી. આવમાં અમે આજે તમને 5 એવી સરકારી એપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીયએ પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી લેવી જોઈએ.

ઉમંગ એપ (UMANG App)
ઉમંગ તમામ સરકારી સર્વિસને એક પ્લેટફોર્મ પર લાવે છે. આ આપથી તમે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંહ લાઈસન્સ જેવી ઘણી સર્વિસનો ઉપીયોગ કરી શકો છો.

આધાર એપ (mAadhaar App)
આધાર એપથી તમે આધાર કાર્ડ સાથે સંકળાયેલી તમામ જાણકારી મેળવી શકો છો. આ એપનો ઉપીયોગ આધાર કાર્ડ ડાઉનલોડ કરવાથી લઈ આધારકાર્ડ અપડેટમાં કરવામાં આવે છે. સાથે જ આધાર કાર્ડની હાલની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે. mAadhaarથી તમે ઓનલાઈ મોડમાં આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. સાથે જ ઘણા અન્ય કામકાજ કરી શકો છો.

આ પણ વાંચો: વિદેશ જતા યુવકના ડેટામાં ‘Kandla Port’ની જોડણીમાં ભૂલ દેખાઈ અને થઈ ધરપકડ

DigiLocker App
DigiLocker એક ડિજિટલ લોકર છે, જેમાં તમે તમારા જરૂરી ડોક્યૂમેન્ટને ઓનલાઈન સ્ટોર કરી શકો છો. સાથે જ તેનો ઉપીયોગ ઓનલાઈન કરી શકો છો. સૌથી સારી બાબત એ છે કે, DigiLockerના ડોક્યૂમેન્ટને ઓફિશિયલ ડોક્યૂમેન્ટ તરીકે ઉપીયોગ કરી શકો છો. તમે આ એપનો ઉપીયોગ ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પાન કાર્ડ જેવા દસ્તાવેજને સ્ટોર કરી શકો છો.

mParivahan Apps
mParivahan એપથી તમે વાહન સાથે સંબંધિત તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તમે આ એપનો ઉપીયોગ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા, ચલણની ચૂકવણી માટે અને વાહનની જાણકારી અપડેટ કરવા માટે કરી શકો છો.

Aarogya Setu
કોરોના મહામારી દરમિયાન વિકસિત કરવામાં આવેલ, Aarogya Setu એપને તમે COVID-19 સંક્રમણના જોખમ વિશે જાણકારી આપતી હતી. આ એપ તમારી નજીકના COVID-19 મામલાઓ વિશે જાણકારી આપે છે.

MyGov
MyGov એપ તમને સરકારની સાથે જોડાવા અને તમારી સલાહની તક આપે છે. તમે આ એપ દ્વારા સરકારની ઘણા પ્રકારની યોજનાઓ અને નીતિઓ વિશે જાણકારી હાંસલ કરવામાં મદદ કરે છે.