અમન ગુપ્તા બન્યા ‘સેલિબ્રિટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર’
National Creators Award: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય નિર્માતા પુરસ્કારોનું વિતરણ કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ ‘શાર્ક ટેન્ક ફેમ’ અમન ગુપ્તાને ‘સેલિબ્રિટી એન્ટરપ્રેન્યોર ઑફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કર્યા. દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં કુલ 23 સર્જકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહત્વનું છેકે, આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત યોજવામાં આવ્યો છે. જેની પાછળનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની સર્જનાત્મકતા માટે પ્રેરિત કરવાનો છે.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Celebrity Creator of the Year award to Aman Gupta at Bharat Mandapam. pic.twitter.com/4w9mL8B7yA
— ANI (@ANI) March 8, 2024
ભારત મંડપમમાં આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીએ અમન ગુપ્તાને પોતાના હાથે ક્રિએટર્સ એવોર્ડ આપ્યો હતો. આ દરમિયાન PMએ અમન ગુપ્તાને કહ્યું કે, તમને અભિનંદન. આ સાથે પીએમે અમનને તેની સફળતા વિશે દુનિયાને જણાવવાનું કહ્યું હતું. તેના જવાબમાં અમને કહ્યું કે સર, જ્યારે 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્ટેન્ડ અપ ઈન્ડિયા આવ્યું હતું. ત્યારે અમે અમારી કંપની (boAt)ની શરૂ કરી. એ સમયે લોકોએ કહ્યું કે, તે એક નાની બ્રાન્ડ છે. અમે કંઈ કરી શકીશું નહીં. આજે 2024 માં એટલે કે સાત વર્ષ પછી આ સ્ટાર્ટઅપ વિશ્વની બીજી સૌથી મોટી ઓડિયો બ્રાન્ડ છે. વધુમાં અમન ગુપ્તાએ કહ્યું કે, 2021માં જ્યારે કોવિડ આવ્યો ત્યારે તમામ સામાન ભારતની બહાર બનાવવામાં આવતા હતા, પરંતુ જ્યારે PMએ મેક ઇન ઈન્ડિયા શરૂ કર્યું. એ સમય બાદ આજે 70 ટકા ઉત્પાદનો ભારતમાં બને છે.
બોટ કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી?
દેશની સૌથી મોટી કંપની બોટના કો-ફાઉન્ડર અમન ગુપ્તાએ 2016માં આ કંપની શરૂ કરી હતી. મહત્વનું છેકે, અમન શિપરોકેટ, બમર, 10 ક્લબ જેવા સ્ટાર્ટઅપ્સમાં પણ હિસ્સો ધરાવે છે. અમન ગુપ્તાએ ખૂબ જ નાની ઉંમરમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. અમન ગુપ્તાનો જન્મ વર્ષ 1982માં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ તેણે B.Com, CA કર્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એ બાદ તેણે બોટની સ્થાપના કરી.