અંબાજી ગબ્બર રોપ-વે સુવિધા મેઇન્ટેનન્સ માટે 6 દિવસ રહેશે બંધ, 9 માર્ચથી રાબેતા મુજબ થશે શરૂ

અંબાજી: અંબાજી ગબ્બર દર્શને આવતા યાત્રિકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ગબ્બર રોપ-વે સુવિધા મેન્ટેનન્સ માટે 6 દિવસ બંધ રહેશે. આગામી 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે.
જોકે ગબ્બર શક્તિપીઠ દર્શન આવતા યાત્રીકો પેદલયાત્રા કરી દર્શન કરી શકશે. 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ ફરી ચાલુ થઈ જશે.