અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં 8 થી 14 જૂન વચ્ચે વરસાદની શક્યતા
Ambalal Patel Forecast: આ વર્ષે મે મહિનામાં ગુજરાતમાં સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આ વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા છે અને આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે, તો કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર,હળવદ, સુરેન્દ્રરનગર, બનાસકાંઠા,ધાંગધ્રામાં ડસ્ટ સ્ટ્રોમની રહેવાની શક્યતા છે. હાલમાં ચોમાસુ કેરળના કાંઠે પહોંચ્યું છે ત્યારે 55 કિમીની ઝડપે પવન ફુકાશે.
આ પણ વાંચો: વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમાં બેઠા PM મોદી, 45 કલાક સુધી નહીં લે ભોજન
વધુમાં હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં 8 થી 14 જૂન વચ્ચે વરસાદની શક્યતા છે. જોકે આ વર્ષે દેશના ઘણાં ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળશે તેવું પણ અંબાલાલનું માનવું છે.
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરીઓ ઉડશે અને આ દરમિયાન આ ચારેય જિલ્લાઓમાં 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે. ધૂળની આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. ત્યાં જ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થશે.
વલસાડ જિલ્લાના માછીમારોને દરિયો નહિ ખેંડવા અપાઈ સૂચના
હવામાન વિભાગની આગાહીના પગલે અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જેને લઇ વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે. દરિયા કાંઠે સુચના બેનર લગાવી સેહલાણીઓ માટે વલસાડનો તિથલ દરિયો કિનારો બંધ કરાયો છે. વલસાડ જિલ્લા ણી 700 બોટમાં મોટી સંખ્ માં માછીમારો દરિયામાં ખેતી કરે છે. વલસાડના દરિયા કિનારે દરિયામાં નાહવા અને કિનારે ફરવા મનાઈ હુકમ કરાયો તેમજ પોલીસ બંધોબસ્ત ગોઠવવાંમાં આવ્યો છે. સાથે વલસાડ જિલ્લાના નાગોલ ઉમરગામના માછીમારોને પણ દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાની અંદર પણ ભારે પવન ફૂંકાવાની તેમજ ઉંચા મોજા ઉછાળવાને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાય છે.