કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતા

Gujarat: રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ છે. તેમજ માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે.
મળતી માહિતી અનુસાર કમોસમી વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શકયતાઓ છે. પ્રથમ વખત 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય 7 થી 10 માર્ચ દરમિયાન ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. તેમજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં છુટાછવાયો કમોસમી વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ, ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરાયું