અંબાલાલ પટેલે હવામાનને લઈને કરી મોટી આગાહી, આ થશે વાતાવરણમાં ફેરફાર

Ambalal Patel: સાંજ સુધીમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે. રાજ્યના કેટલાંક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કોઈ જગ્યાએ વરસાદ પડી શકે છે. 14 એપ્રિલથી ગરમીનું જોર વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 થી 43 ડિગ્રી ગરમીનો પારો પહોચ્યો છે.

આ પણ વાંચો: હાર બાદ ધોનીનું છલકાયું દર્દ ગયું, મેચ વિશે કહી આ વાત

અંબાલાલ પટેલે શું આપી આગાહી
કચ્છના ભાગોમાં 42 ડિગ્રી ગરમી તો રાજકોટના ભાગમાં 41 ડીગ્રી તપામાન જોવા મળશે. જૂનાગઢના ભાગોમાં 43 ડીગ્રી તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી અનુભવાશે. જામનગરમાં પણ ગરમીનો એહસાસ થશે. 18 એપ્રિલ પછી ગરમી ઘટી શકે. લઘુતમ તાપમાન 39 થી 41 ડીગ્રી સુઘી જોવા મળશે. 22 થી 24 એપ્રિલ સુઘી હવામાનમાં પુન પલટો આવશે. લોકોને ગરમીમાંથી રાહત મળી શકશે. અંબાલાલ પટેલ કહ્યું કે હાલ ટીટોડીએ ઇંડાં મૂક્યા છે. અષાઢ મહિના ઈંડા મૂકે તો હવામાનની ગતિવિધિ ધ્યાને લેવાય છે. ટીટોડી ઈંડા ઝાડ ઉપર મૂકે તો વરસાદ વધુ આવે તેવી શક્યતા હોય છે. જમીન પર મૂકે ઈંડા તો વરસાદ ઓછો જોવા મળે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આષોમાં વરસાદ ની ગણતરી ધ્યાને લેવાય છે.